ખેરગામ : તારીખ 8/7/2023 ના દિને જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
તારીખ 8/7/2023 ના દિને જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કૃષિ કોલેજ નવસારીના નિવૃત્ત પ્રોફેસર શ્રી હિંમતભાઈ પટેલ, ડો.સુમિતભાઈ તથા ડો. જૈનિકાબેન તરફથી શ્રી હિમંતભાઈના ધર્મપત્ની ભાવનાબેનના જન્મદિવસ નિમિત્તે શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ, કંપાસ બોક્સ કીટ તથા પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેની કિંમત ₹ 18,000 રૂપિયા જેટલી થતી હતી. તેમના તરફથી બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડો.સુમિતભાઈ તરફથી શાળાને ફર્સ્ટ એડબોક્ષ કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી હસમુખભાઈ પટેલ, SMC સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
No comments: